પુરુષની આંખમાંથી જ્યારે
આંસુ નીકળે તો સમજી લેવું કે
પરીસ્થિતિ કાબુ બહાર જતી રહી છે.
અજ્ઞાત
કોણે લખ્યું ખબર નથી પણ જેણે લખ્યું એ આંસુ ને પુરુષત્વ સાથે જોડે છે.... અરે મારા વ્હાલા સ્ત્રી અને પુરુષ વચ્ચે શારીરિક ફેરફાર જ છે ...માનસિક તો બંને એક જ હોડી માં સફર કરે છે હા લાગણી ના ઘોડા પુર માં પાણી વધઘટ હોય.... પણ એને જેન્ડર સાથે શું લેવા દેવા લાગણી જ્યાં ઘવાઈ જ્યારે દુઃખ થાય આંખ માં થી ગંગા જમુના વહી જાય અને જરૂરી જ નહીં કે દુઃખ ની પરાકાષ્ઠા મુજબ આંસુની ધાર હોય. એ તો વ્યક્તિ ના પોતાના વિલ પાવર પર પણ હોય.. દુઃખ સરખું હોય વ્યક્ત કરવાની પદ્ધતિ અલગ હોય... જમાનો બદલાયો છે સ્ત્રી જ રડ્યા રાખે એ સમય પૂરો થયો કે કોઈ બાળક રડે તો છોકરી ની જેમ ન રડાઈ કહેનારા ના રડવા ના દિવસો આવ્યા. હવે તો IQ સાથે સાથે EQ પણ એટલે કે મગજ ની સાથે મન ને પણ સમજતા શીખવાડવું રહ્યું લાગણી ન દેખાડવા થી તમે સ્ટ્રોંગ છો એ સાબિત કરવાનો જમાનો ગયો હવે તો લાગણી ને વહેતી રાખવી ખૂબ જરૂરી છે એ શીખવાડવા નો સમય આવ્યો... નહીં તો વિવિધ પ્રકાર ના રોગ નો ભોગ બનતાં વાર નહીં લાગે ..તમારી લાગણી જાહેર કરવા માં તમે પુરુષ મટી સ્ત્રી નહીં બની જાવ..(mmo)
આંસુ આંખ જ નહીં મન મગજ પર રહેલ તકલીફ ના થર ને પણ સાફ કરે છે ..અને તમને એ તકલીફ માં થી બહાર નીકળવા ના ઉપાય ચોખ્ખા દેખાય છે... આંસુ ને મર્દાનગી સાથે જોડી મર્દાનગી ની મજાક ન ઉડાવો... જેના માં હિંમત હોય એ જ આંસુ કાઢી શકે બાકી ડરપોક લોકો પોતાના આંસુ ને છુપાવવા નકલી મોહરા ધારણ કરે.
આ વાત ઘણાં લોકો એ અલગ અલગ પ્રકારે કહી છે ... આંસુ રોકવા નું શીખવું નહીં એ જેટલું વહેશે મન એટલું મોકળાશ અનુભવશે... રડવું એ મર્દાનગી પર પ્રહાર નથી પણ કોઈ ને રડાવવા એ તમારી મર્દાનગી પર સવાલ કરે છે......