ક્ષમા માંગવી અને આપવી બંને જરૂરી છે.


ક્ષમા આપવી એ ખરેખર ભારે હિંમતવાળું કામ છે. માટે જ કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ…દુનિયાનું સૌથી અઘરું કામ હોય કે જે કરવાનું તદ્દન સહેલું હોય પણ જે થઇ નથી શકતું અથવા  કોઈ કરી નથી શકતું એ હોય તો એ છે કોઈની ક્ષમા માંગવી અને કોઈકને ક્ષમા આપવી . સૌથી નજીકનો સંબંધ છે પતિ પત્નીનો . પણ એ સંબંધમાં પણ એક બીજાને લોકો  માફ નથી કરતા . કારણ લોકો ભૂલ ને ભૂલી જ નથી શકતા . જ્યારે જ્યારે એ વ્યક્તિ અને એની ભૂલ યાદ આવે છે લોકો પાછા ભૂતકાળમાં સારી પડે છે ને થોડા વધારે વેરના બીજ મનમાં વાવે છે.
જૈન ધર્મમાં તો ક્ષમાપના નો એટલે જ વર્ષમાં એક વાર એવો દિવસ રાખવામાં આવ્યો છે કે એ દિવસે બધા જ પ્રભુને મનમાં રાખીને એક બીજાની  માફી માંગે. કમસેકમ માફી માંગવાથી એમની સાથે  વાતનો વ્યવહાર તો ચાલુ થાય છે. કે જે  બંધ થયેલો હોય છે અને ધીરે ધીરે સંબંધ સુધરે છે . પણ જો બધાજ સામે વાળાની રાહ જોશે કે માફી માંગવાની  પહેલ કોણ કરે  તો સંબંધો સુધરશે જ નહિ .
 સમય ત્યારે જ વેડફાય છે જ્યારે કોઈ એક પહેલ નથી કરતુ અને વાત સુધરતી નથી . અને ખરા અર્થમાં જોવા જઈએ તો કોઈ આપણી પાસે ક્ષમા માંગે ત્યારે આપણું અભિમાન માથું ઉચકતું હોય છે . આપણે સામે વાળા વ્યક્તિને ગુનેહગાર ગણવા લાગીએ છે . આ ભાવ પણ જ્યારે મનમાં થી નીકળશે ત્યારે જ પ્રભુ રાજી થશે .પતરસે પુછ્યું - હે પ્રભુ,જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ?શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ?
પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ?સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે.
પ્રભુ તને ક્ષમા કરશે-કેટકેટલા એવા સંબંધો છે કે જે પહેલની રાહ જોવામાં જ  પોતાની જિંદગી પૂરી કરી નાખે છે. ક્ષમા આપવા કરતા પણ વધારે સારી વાત એ છે કે ક્ષમા માંગી લ્યો. ભૂલ હોય કે ન હોય પણ ક્ષમા માંગવાથી તમારો એક સંબંધ બચી જશે . આ દુનિયામાં કેટલા શ્વાસ લેવાના છે એ ખબર નથી .  એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે તો શું કામ મન પર કોઈ પણ પ્રકારનો ભાર લઈને જવાનું . બધું જ અહિયાં મુકીને જઈએ . એ આપના માટે સારું છે . કારણ સફર માં જેટલું વજન ઓછુ હશે મુસાફરી એટલી સરળ રહેશે

  Never miss a story from us, get weekly updates in your inbox.