દશ દેશનો પ્રવાસ બાઇક પર-યુગ્મા દેસાઇ



યુગ્માનો એક પ્રયત્ન પ્રેરણાદાયી -મનીષા જોબન દેસાઈ travelstory


.

પ્રવાસ વર્ણન...
યુગ્મા જોબન દેસાઇ નો એક પ્રયત્ન પ્રેરણાદાયી - 10 નેશન બાઈકિંગ રાઇડ

મમ્મી પપ્પા મમ્મી ...

'અરે શું થયું ?એકદમ ઉત્સાહમાં છે ને ?કોઈ નવો આઇડીઆ ઈન્ટીરીયરનાં પ્રોજેક્ટનો સુઝ્યો કે શું ?'
મારી દીકરી યુગ્મા આવીને એની નવી એક્ટિવિટીની વાત કરી .લંડન ભણવા ગયી હતી અને ઇન્ટરિયર તથા પ્રોડકટ ડિઝાઇનનો કોર્ષ કરી અમારી ઓફિસમાં સાથે ઇંટીરિયરની પ્રેક્ટિસ શરુ કરી અને ધીરે ધીરે પોતાના કામ પણ હેન્ડલ કરવા માંડયા હતા.આમ રૂટિન લાઈફ જઈ રહી હતી અને 'બાઈકિંગ કવિન' ગ્રુપમાં જોડાવાની ઇચ્છા થઇ. ઓકે ,મને એમ કે બાઈકનું ગ્રુપ બનાવી કઈ ફન ક્લબ પાર્ટી જેવું હશે .ધીરે ધીરે પ્રેકટીસ માં જતી .મને કઈ ખાસ ખ્યાલ નહિ આવ્યો પણ બધા બાઈકિંગના ફ્રેન્ડ્સ દેખાવા માંડયા .8-10 મહિનાથી જોઈન્ટ થઇને બાઈકની પ્રેકટીશ કરતી .અને પહેલી વાર બાઈક લઈને બહારગામનો પ્રોગ્રામે બન્યો એટલે મને ચિંતા થવા લાગી .ટ્રફિક હોય અને હાઇ-વે પર જવાનું ....જાત જાતનાં વિચારો આવી ગયા પછી મારી દીકરી યુગ્માએ એનાં ગ્રુપમાં 50 મેમ્બર્સ છે અને બધા ગ્રુપમાં જઈએ છે એમ કહ્યું અને ગ્રુપ એડમીન ર્ડો.સારિકા મહેતાનાં માઉન્ટનિન્ગ અને બાઈક રાઇડિંગની ગાઈડન્સ અને એક્સપિરિયન્સની સાથે યુગ્માએ લગભગ 8-10 મહિનામાં સાપુતારા -આબુ -મુંબઈ દમણ વગેરે જગ્યા એ ગ્રુપ રાઈડ કરી અનેપછી પોતાનું ktm બાઈક ખરીદ્યું.સમય મળે એટલે બાઇક લઇ પ્રેકટીસમાં નીકળી જાય અને ફીટનેસ માટે પણ વધુ એલર્ટ થઇ.સતત વરસતા વરસાદમાં ડુમ્મસની રાઇડ કરે.એની ઘગશ જોઇ અને અમે પણ સાથ આપ્યો અને મનોમન સુરક્ષીત રાઇડની પ્રાર્થના કરતાં.
હવે અમને બધાને ખ્યાલ આવી ગયો કે યુગ્મા ખુબ સિરિયસલી બાઈક રાઈડમાં આગળ વધુ ટુર કરવા માંગે છે.સ્કૂલમાં હતી ત્યારે બેડમિન્ટન રમતી અને ટૂરનામેન્ટમાં પણ પાર્ટ લેતી .પહેલેથી એને બેસી રહેવાનું નહિ ગમે .કંઈ ને કંઈ એક્ટિવિટી કરે અને ગ્રુપમાં પણ સરળતાથી ભળી જાય .ખુબ સાહસિક સ્વભાવ .સાથે મારા દીકરા પ્રથમ અને એની વાઈફ ઉર્જાનો પણ ખુબ સપોર્ટ .અમે ગભરાઈ જઈએ એટલે અમને બધી વાત નહિ કરે .
બાઈકિંગ કવિન ગ્રુપમાં પહેલા સમગ્ર ભારતની ટુર વિષે વિચાર કરવામાં આવ્યો હતો .પછી યુગ્માં અને બીજા મેમ્બર્સ માનનીય પ્રાઈમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી આનંદીબેન નું સૂત્ર "બેટી બચાવો ,બેટી પઢાઓ" ગ્રુપમાં પણ મેમ્બર હતા અને એ મેસેજ બાઈક રાઈડ કરી સમગ્ર વિશ્વમાં ફેલાવાનો વિચાર કર્યો .
આખા ગ્રુપમાંથી ચાર ગુજરાતી યુવતીઓ 10 દેશના પ્રવાસે એટલે કે નેપાળથી સીંગાપોર બાઈક રાઈડ કરી ને જશે એવું નક્કી થયું અને એમાં યુગ્માની પણ પસંદગી થઇ .હું અને મારા હસબન્ડ આર્કિટેક્ટ જોબન દેસાઈ બંને ખુશ પણ થયા પણ અંદરથી ખુબ ચિંતા થતી હોય .કાર રાઈડ હોય તો સેફટી ,પણ બાઈકમાં ગમે તેટલો સપોર્ટ કે સુરક્ષા આપે પણ વ્યક્તિએ પોતે જ બેલેન્સ જાળવવાનું અને એકલાજ નિર્ણયો લેવાના , અજાણ્યા રસ્તાઓ ,વગેરે વિચારો આવવા લાગ્યા .પણ ટીમ એટલી મક્કમ હતી અને નક્કી થયાનાં બે એક મહિનામાં તૈયારી શરુ કરી દીધી .સુરતની ડાયમંડ કંપનીઓ ,ટેક્ષટાઇલ,સ્કૂલ સંસ્થાઓએ આ અદભુત આઈડિયાને બિરદાવ્યો અને સ્પોન્સર કર્યા .
એક મહિના પહેલા સાદો ખોરાક અને એક્સરસાઇઝ વગેરેથી ફિટનેસ એક્સરસાઇઝ પણ શરુ કરી દીઘી .સાથે સામાન ,ફૂડ ,કાર ટેકનિકલ પર્સન ,રોડ ગાઈડ અને ડોકયુમેન્ટરી ફોટોગ્રાફરની ટિમ વગેરે એક કાર સતત ટુરમાં સાથે રહેવાની હતી અને 'Ten nation baiking ride "નો રોડ મેપ પણ આવી ગયો એ જોઈ અમને તો બહુ જ ટેન્શન થઇ ગયું .પણ યુગ્મા અને ટિમનાં બધા મેમ્બર્સની હિમ્મત અને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી.
ચાલીસ દિવસ અને 10000 કી.મી.ની રાઈડ કરવાની અને દરેક દેશમાં ત્યાંના વડાપ્રધાન વગેરે સાથે મિટિંગ કરી' બેટી બચાવો બેટી પઢાવો 'ના કન્સેપટ વિષે વાતો કરવાની અને સંદેશ ત્યાં પણ વિસ્તારપૂર્વક સમજાવવાનો .દક્ષીણ -પૂર્વ એશિયાનાં મહત્વનાં દેશો જેનો ભારતથી જવાનો રૂટ નવો ખુલ્યો હતો અને આ બાઈકિંગ કવીન્સનું પહેલું સાહસ હતું જે આ રૂટ પર જવાનાં હતા અને બધા દેશની એન્ટ્રી માટેનાં નિયમો પણ બદલાતા રહેતા હતા .એ બધું ગુગલ પરથી સર્ચ કરતા રહયા અને હેલ્મેટ સાથે વરસાદ અને લાંબો રૂટ તથા બાઈક સાથે નેવિગેટર જોડી રાખવું એવો નિર્યણ થયો પણ બધે જંગલ નો એરિયા અને કાદવકીચડ વાળા રસ્તા ,નેટવર્ક નો મોટો પ્રોબ્લેમ .પણ બધા એક સાથે જ રૂટ પર રહેશું એવું નક્કી કર્યું જેથી એકલા મુસીબતનો સામનો નહિ કરવો પડે .
બધી તૈયારી કરતા કરતા સાથે દિલ્હી શ્રી નરેન્દ્ર મોદીજી ,શ્રી આનંદીબેન પટેલ ,શ્રી અમિતાભ બચ્ચન ,શ્રી સુષમા સ્વરાજ વગેરેના આશીર્વચનો લીધા અને ગવર્મેન્ટ બોડી સાથેના તમામ પ્રશ્નો તથા સમગ આયોજન માટેની મિટિંગો તથા હરેકૃષ્ણ ડાયમંડનાં પરિસરમાં યોજાયેલ શ્રી આનંદીબેન પટેલ દ્વારા ફ્લેગઓફ કાર્યક્રમમાં શ્રી જનકભાઈ બગદાણાવાળાનો ખુબ સહયોગ અને આશીર્વાદ રહયા . સમગ્ર એશિયન મીડિયાનો પણ ખુબ સપોર્ટ રહ્યો .
ફ્લેગઓફના દિવસે ચેકર્ડ ફ્લેગ દ્વારા 500 ફ્લેગ્સનો ગિનીઝ બુકનો રેકોર્ડ પણ બન્યો અને 1500 બાઇકસવારે ખુબ ઉત્સાહ ભેર યુગમાં અને ટીમને પ્રવાસની શુભ શરૂઆત કરાવી ,સુરતથી મુંબઈ બાઇક પર ને નેપાળ પ્લેનમાં અને ત્યાંથી બાઈકિંગ કવીન્સની બાઈક સફર શરુ થઇ.
તકલીફો ની વાતો કરીયે તો વરસાદે ખુબ હેરાન કર્યા કોઈ પહાડ પાસેથી પસાર થવાનું હોય તો સ્લીપ થઇ જવાનો ડર રહે .ધુમ્મસને કારણે ફાસ્ટ ડ્ાઇવીંગ શક્ય નહોતું .પાણીના વહેણ માંથી પણ પસાર થવાનું રહેતું .એક દિવસ માં 450 કિલોમીટર અંતર કાપવું પડતું .એટલે પણ થોડું ડ્વાઇવીંગ ધીરે કરવું પડતું .મ્યાનમાર પહાંચવામાં કોઈ પરમિશન ના પેપરને લીધે કોહિમા(મણીપુર) રોકાવું પડ્યું અને ત્યાં મિલિટરી કેમ્પનું રમણીય વાતાવરણ અને ફેમિલી ગેધરિંગ જોવાનો મોકો મળ્યો .રોજ સાંજે વૉટ્સએપ પર રેકોર્ડેડ મેસેજ યુગમાં મોકલે અને અમે એને મેસૅજ મોકલીએ .નેપાળ- ભૂતાન-મ્યાનમાર {રંગુન}-વિએટનામ-લાઓસ -થાઈલેન્ડ -કંબોડીયા -મલેશિયા -સિંગાપોર દરેક દેશના પ્રધાનમંત્રી ,વિદેશમંત્રી અને ભારતીય સમાજની મુલાકાત લેતા અને 'બેટી બચાવો બેટી પઢાવો 'ના સૂત્ર અને મહિલા પ્રશ્નો વિષે વિચારોનું આદાન -પ્રદાન કરતા આગળ વધી રહયા હતા .નવી નવી જગ્યાઓ ની રહેણી કરણી ,ઐતિહાસિક ઇમારતો ,મંદિરો વગેરેની પણ વિઝીટ લેતા .
ત્યાંની નાની બાલિકાઓની સ્કૂલો વગેરે જોઈ ત્યાંનો ટ્રાફિક અને અજબ ગજબનું જમવાનું ,રહેવાનું વગેરેમાં પણ મક્કમ અને ઉત્સાહિત આગળ વધ્યે જતા હતા.આ પ્રવાસ સુરતની આ ગુજરાતી યુવતીઓ પાર પાડશે એનો વિશ્વાસ જે આપણા દેશવાસી ઓ એ પોતાના સંદેશાઓ દ્વારા પાઠવ્યો હતો એ વિશ્વાસને જાળવી રાખતા દરેક જગ્યા એ વાતો રજુ કરતા ગયા .બાઈક રાઈડ માં નેવિગેટર આપ્યું હોવા છતાં જંગલ અને પહાડ ના રસ્તા ઓ પર નેટવર્ક નો અભાવ હોય ,એમાં બાઈક બગડી જાય તો નજીકના શહેરમાં ટ્રકમાં પહોંચી રહી પડે એથી 40 દિવસ ને બદલે 10 દિવસ વધુ થયા .યુગમાં નો આ પ્રકાર નો પહેલો એડવેન્ચર પ્રવાસ હતો પણ એને બિલકુલ ગભરાયા વગર પાર પાડ્યો.એક વાર પરમિશન આવતા વાર થઇ હોવાને કારણે "નો મેન લેન્ડ'માં 36 કલાક બેસી રહેવું પડ્યું .
થાઈલેન્ડ સિંગાપોરના રસ્તા સગવડભર્યા અને સીધા હતા પણ લાંબો રસ્તો વધુ કંટાળાજનક બને ,એટલે હેલ્મેટમાં પોતાની જાત સાથે કુદરતના સાનિધ્યમાં ગીત ગાતા આગળ વધ્યે જતા હતા .જાણે દેશ માટે જંગ પર આવ્યા હોય એવું ફીલ થતું અને એ લોકો ગર્વ પણ અનુભવતા .આ પ્રવાસ દરમિયાન યુગ્માને સુરત અને થાઈલેન્ડનાં શહેર સુરત થાની વિશેની ઐતિહાસિક વાતો જાણવા મળી પ્રવાસ દરમિયાન પોતાના શહેરની એટલી યાદ આવતી હતી એમાં ત્યાં સુરત નામનું શહેર જોઈ એકદમ ઈમોશનલ થઇ ગયા અને થાઈલેન્ડનાં દક્ષિણ પ્રાંતમાં આવેલા એ શહેરની આર્થિક નીતિઓમાં ભગિની શેર બનાવવામાં આવ્યું છે જેથી એ લોકો ફરી સુરતમાં જ હોય એવો નદીકિનારે અનુભવ કર્યો .1915 માં થાઈલેન્ડનાં રાજાએ સુરત શહેરની મુલાકાત લીધી હતી ત્યાંની નદી કુમ કુકિન્ગ નદીનું નામ બદલી તાપી નદી કર્યું હતું .અને આપણા સુરત શહેરનો આવો ભવ્ય ઇતિહાસ જાણયો અને એ સ્થળ પર ઉભા રહી યાદો તાજી કરી લીધી .આમ આગળ વધતા જતા હતા .કોઈનું રસોડું મળે ત્યાં જાતે રસોઈ પણ બનાવી લેતાં.અને રસ્ત બધા બેસીને પીકનીક પણ માનવી લેતા .રાઈડ દરમિયાન 7 વખત લેન્ડસ્લાઇડિંગ થયું હતું .દરેક દેશમાં પાછા ટ્રાફિકનાં નિયમો પણ જુદાજુદા .ક્યાંક લેફ્ટ ચલાવવાનું હોય તો ક્યાંક રાઈટ .અને સખ્ત રીતે નિયમોનું પાલન કરવું પડે .
આખરે સિંગાપોરની બોર્ડર પર ભારતીય સમાજ અને પ્રધાનમંત્રી વગેરે દ્વારા ભવ્ય સ્વાગત થયું અને પ્રવાસવર્ણનના પ્રોગ્રામ અટેન્ડ કર્યા. જેમાં પપ્પા જોબન દેસાઈ પણ સિંગાપોર પહોંચી ગયા હોવાથી યુગ્મા આનંદિત થઇ ગઈ .મહિલા મંડળો અને એન. જી .ઓ બધા એ ખુબ અભિનંદન આપ્યા અને અમે દિલ્હી એરપોર્ટ પર યુગમાં અને બધા બાઈકિંગ કવીન્સનું ખુશીના આંસુ સાથે સ્વાગત કર્યું . દિલ્હી માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ,શ્રી સુષમા સ્વરાજ ,ગુજરાતના શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ,શ્રી સી.આર .પાટીલ અને શ્રી દર્શનાબેન જરદોશે સફળ અભિયાન માટે અભિનંદન આપ્યા સાથે પ્રવાસની વિગતો જાણી .દિલ્હીની પ્રેસ કોન્ફેરન્સમાં પણ ખુબ સરસ પ્રશ્રનોત્તરી રહી , દરેક દેશમાંથી મળેલી ભેટોનું પ્રદર્શન રાખ્યું અને મીડિયાનો ખુબ સહયોગ રહ્યો તથા બધાએ આ અનેરા બાઈકિંગ પ્રવાસ માં સુરતની યુવતીઓ ગઈ એનું આશ્રય પણ વ્યક્ત કર્યું પણ યુગ્મા એ જવાબ આપતા કહ્યું
'હું દીકરી છું એવો કોઈ ભેદભાવ મારા ઘરમાંથી રાખવામાં આવ્યો જ નથી અને હું આ નહિ કરી શકું એવું કદી માનતી જ નથી .આપણી હિમ્મત જ આપણને નવી દુનિયાનો પરિચય કરાવે છે અને આ પ્રવાસ દ્વારા હું કેટલું નવું જોઈ જાણી શકી અને મને મારા વ્યક્તિત્વમાં એક નવો ઉત્સાહ નો સંચાર થયો છે .આ અભિયાન અહીંથી સમાપ્ત નથી થતું ,'બેટી બચાવો બેટી પઢાવો' ના કાર્યક્રમ આગળ પણ થતા જ રહેશે અને બાઈક રાઈડ પણ થતી જ રહેશે જરૂર છે ફક્ત મહિલાઓ અને યુવતીઓએ પહેલું પગલું માંડવાની પછી આખી દુનિયા તમારી સાથે જ છે .'
સુરત આવ્યા બાદ બધાએ યુગ્માને ખૂબ અભિનંદન આપ્યા અને શહેરનાં ચેમ્બર ઓફ કોમર્સ ,મંડળો ,ક્લબો અને સ્કૂલોમાં યુગ્મા દેસાઈ પોતાનાં બાઈકિંગ ક્વીન રાઈડનાં અનુભવો અને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમો કરતા જ રહે છે .મુંબઈનાં સ્માઈલ ફાઉન્ડેશનમાં એબ્યુઝ ગર્લ ચેરિટીના ફેશન શોમાં પાર્ટ લઇ પોતાનાં સામાજિક દાયિત્વ ને નિભાવી રહી છે અને નવા યંગ જનરેશન સાથે યુથ પ્રોગ્રામમાં એક્ટિવેટ રહે છે .બાઈકિંગ ક્વીન અને બેટીબચાવો કાર્યક્રમ માં નવા નવા લોકો જોડાતા જાય છે અને વુમન અવેરનેસ ,સ્વચ્છતા અભિયાન ના સંદેશાઓ સોસીઅલ મીડિયા વગેરેના સહયોગથી બધા સુધી પહોંચાડતા રહે છે.ઇન્ટરનૅશનલ મીડિયા એ પણ ખુબ આ અભિયાનને બિરદાવ્યું અને ten nation રાઈડ દરમિયાન એ દેશોના રાઇડર પણ જોઈન્ટ થયા અને ઈન્ટરનેટ દ્વારા જોડાઈને આ અભિયાનને સતત આગળ વધારી રહયા છે .ફક્ત કોઈ પણ કામ દેખાદેખી કે જીદ ખાતર શરુ નહિ કરવું પણ પોતાની સમજ ,સંજોગો અને આપણો પોતાનો રસ ક્યાં સુધી જળવાઈ રહે છે એ બાળકોને સંસ્થા દ્વારા સમજાવવામાં આવે છે જેથી ખરેખર રસ ધરાવતા યુવાન યુવતીઓ અભિયાનને જીવંત રાખી શકે .
અાપણે બધાજ સમાજની અનદેખી સાંકળોથી અને અસુરક્ષીત માહોલનાં ભયથી જકડાયેલા રહીયે છે અને નવા વિચારોને અપનાવતા ગભરાઇએ છે જેથી આપણા બાળકો પણ ઉત્તમ તકોથી વંચિત રહી જાય છે .અલબત્ત , આધુનીકરણ ,ડિજિટલ એપ્રોચ અને સોશીયલ મીડિયાને કારણે માહિતીથી વાકેફ છીએ પણ સાથે દીકરીઓને પોતાની સુરક્ષા અને આજ જગતમાં જીવવાનો પોતાનો માર્ગ બનાવવાની હિંમત અને તક આપવીજ રહી .એક સર્વે પ્રમાણે ભારત દેશ યુવાઓનો દેશ છે આપણી પાસે ઉત્તમ તાકાત અને બ્રેઈન છે જેનો વિકાસ કરવો અને આવનારી પેઢી માટે એક સુમેળભર્યું વાતાવરણ ઉભું કરવું અને એ ધ્યેય આપણે સૌથી પહેલા આપણા ઘરના સભ્યોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવી ને જ પર પાડી શકીયે .દરેક વ્યક્તિ બોર્ડર પર જઇ લડી નથી શકવાની પણ સમાજની અંદર જ રહી અસામાજિકતા અને અરાજકતાનો મક્કમપણે સામનો કરવો રહ્યો .
આ લેખ દ્વારા એક અત્યંત કઠિન પ્રવાસ માટેનું મનોબળ યુગ્માએ કેળવ્યું અને અમે મક્કમ મને એને સાથ આપવાની હિમ્મત કેળવી તેનું નિરૂપણ શબ્દો અને તસવીરો દ્વારા કર્યું છે .આશા છે દેશનાં યુવાધન પોતાના મનગમતા વિષયો જે ફક્ત ડર અને માહિતીનાં અભાવ કે સપોર્ટનાં અભાવને કારણે અમલમાં મૂકી નહિ શક્યા હોય એ સૌ નવા નવા રેકોર્ડ બનાવતા રહે અને મહિલાઓ પણ પોતાની દીકરીઓને સાહસીક બનાવી એનામાં રહેલી છુપી ટેલેન્ટનો વિકાસ કરવામાં આગળ આવે .

જયહિન્દ

-મનીષા જોબન દેસાઈ

.








  Never miss a story from us, get weekly updates in your inbox.